News News લાલુપ્રસાદ યાદવ સામે બિહાર કોંગ્રેસનો વિરોધ
કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએ જૂથને પૂરતું સંખ્યાબળ ઉપલબ્ધ હોવા છતાં યુપીએને સમર્થન માટે વિવિધ પક્ષો વરચે ચાલેલી હોડ વરચે કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં જ અજીતસિંહના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકદળ અને લાલુપ્રસાદના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય જનતા દળને નવી સરકારથી દૂર રાખવાની માગણી વધી રહી છે.
કોંગ્રેસ નેતાગીરી દ્વારા આરએલડીના કોંગ્રેસમાં વિસર્જન કે પછી સરકાર રચવા સમર્થન મેળવવા થઇ રહેલી વિચારણા સામે વિરોધ વ્યકત કરવા કોંગ્રેસ મુખ્યાલય સામે જ વિરોધ દેખાવો થયા હતા. લોકસભા ચૂંટણી સમયે ઉત્તરપ્રદેશમાં ભાજપ સાથે હાથ મિલાવી ચૂકેલા અજીતસિંહના વિરુદ્ધમાં નારાબાજી થઇ હતી.
આ તબક્કે કોંગ્રેસ મહામંત્રી દિગ્વિજયસિંહે કાર્યકરોને શાંત કરતાં કહ્યું હતું કે પક્ષના હિતને ઘ્યાને રાખીને નિર્ણય લેવામાં આવશે. આ મુદ્દે પક્ષમાં હજી ચર્ચા થઇ રહી છે.
બિહારના કોંગ્રેસી નેતાઓ પણ આરજેડીને સરકારથી દૂર રાખવામાં આવે તે મુજબની માગણી સાથે કોંગ્રેસની વરિષ્ઠ નેતાગીરીને મળી રહ્યાં છે. તેમનું કહેવું છે કે બિહારમાં પક્ષે લાલુ સાથે છેડો ફાડી નાખવો જોઇએ.