Today :

અડવાણી વિપક્ષના નેતાપદે ચાલુ રહેશે

રાજનાથે અડવાણીને મનાવી લીધા

advaniભાજપના નેતા એલ.કે.અડવાણી લોકસભામાં વિરોધપક્ષના નેતા તરીકે ચાલુ રહેશે. પક્ષના વડા રાજનાથસિંહે સોમવારે ઉપર મુજબની જાહેરાત કરતાં ચૂંટણીમાં પક્ષને મળેલી શિકસ્ત બાદ અડવાણીની ભૂમિકા વિષે થઇ રહેલી ધારણાઓનો આ રીતે અંત આવ્યો હતો.

રાજનાથસિંહે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પક્ષની પીછેહઠ થઇ હોવાના સંજોગોમાં ભવિષ્યના પડકારોને પહોંચી વળવા પક્ષના પુન:નિર્માણની આવશ્યકતા છે, આ સંજોગોમાં હોદ્દા પર ચાલુ રહેવા થયેલા સૂચનનો અડવાણીએ સ્વીકાર કર્યો હતો.

રાજનાથે જણાવ્યું હતું કે અડવાણીની નેતાગીરી અને માર્ગદર્શનની આવશ્યકતા છે. તેથી જ ૧૫મી લોકસભાના વિરોધપક્ષના નેતા તરીકે તેમને ચાલુ રહેવા કહેવામાં આવ્યું છે.

ચૂંટણી પરિણામોમાં એનડીએ જૂથ યુપીએથી પાછળ રહી જતાં ૮૧ વર્ષની વયે પહોંચેલા અડવાણીએ શનિવારે ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં વિરોધપક્ષના નેતા તરીકે નવા નેતાની ચૂંટણી કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. સંસદીય સમિતિની બેઠકે જો કે આ દરખાસ્ત માની નહતી અને રાજનાથને અડવાણીને મનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

એનડીએમાં ભંગાણ : બેઠક રદ થઇ

એનડીએ શાસિત રાજયોના મુખ્યપ્રધાનો સહિત એનડીએ નેતાઓની આજે સાંજે મળનારી બેઠક રદ થઇ છે. કેટલાક નેતાઓએ બેઠકમાં હાજર રહેવા અક્ષમતા જાહેર કરતાં બેઠક રદ કરવામાં આવી છે.

બેઠકમાં એનડીએ શાસિત રાજ્યો- અર્થાત પંજાબના પ્રકાશસિંહ બાદલ અને બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર પણ બેઠકમાં હાજર રહેવાના હતા. બેઠકમાં એનડીએના ઘટકપક્ષો જનતા દળ(યુ), શિવસેના , આઇએનએલડી , આરએલડી , અકાલી દળ , એજીપી , ટીઆરએસના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર રહેવાના હતા.





Post your Feedback on Article
 
Name:
Email ID:
Comments:
Code: