Today :

ચૂંટણી ધબડકા માટે કરાત, બુદ્ધદેવ પર દોષનો ટોપલો નહીં

પોલિટ બ્યૂરોની બેઠકમાં બુદ્ધદેવ ગેરહાજર રહ્યાં

સીપીએમએ ૧૯૬૪માં પક્ષની રચના થઇ ત્યારથી અત્યારસુધીના સમયની સૌથી મોટી પીછેહઠ કર્યા બાદ ચૂંટણી પરિણામોની સમીક્ષા કરવા મળેલી બેઠકે દોષનો ટોપલો મહામંત્રી કરાત અને મુખ્યપ્રધાન બુદ્ધદેવ પર ઢોળી દેવાનો ઇનકાર કર્યો હતો.

‘કરાતના રાજીનામાનો કોઇ પ્રશ્ન નથી’

મુખ્યપ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ છોડવા કરેલી ઓફર વરચે પોલિટ બ્યૂરોની બેઠકમાં પણ તેઓ ગેરહાજર રહ્યાં હતા. આમ તો અહેવાલ એવા પણ હતા કે પોલિટ બ્યૂરોની બેઠકમાં કરાત માટે બધા ધાર કાઢીને જ બેઠા હશે પરંતુ બેઠકમાં એક સૂરે કહેવામાં આવ્યું હતું કે કરાત દ્વારા મહામંત્રી પ૦ છોડવાનો કોઇ સવાલ જ નથી.

બેઠક બાદ વરિષ્ઠ ડાબેરી નેતા માણિક સરકારે જણાવ્યું હતું કે કરાતના રાજીનામાનો કોઇ પ્રશ્ન જ નથી. તો ચૂંટણીમાં પરાજયની જવાબદારી લેતાં બુદ્ધદેવ મુખ્યમંત્રીપદ છોડવા જઇ રહ્યાં છે તે મુજબના અહેવાલોને પણ તેમણે નકારી કાઢયા હતા.

લોકોએ ડાબેરીઓની ઔધોગિકીકરણની નીતિને ફગાવી દીધી છે? એ મુજબ પુછાતાં નિરૂપમ સેને જણાવ્યું હતું કે ‘મને નથી લાગતું કે લોકો ઔધોગિકીકરણના વિરોધી હોય. આ રાષ્ટ્રીય ચૂંટણી હતી અને ચૂંટણી પરિણામ રાજયસ્તરના મુદ્દાઓથી પ્રભાવિત થયા છે. તમામ પક્ષો ઔધોગિકીકરણની વાત કરે છે.

કેન્દ્ર ખાતે સરકાર રચવા જઇ રહેલા લોકોએ પણ ઔધોગિકીકરણની પ્રક્રિયાને આગળ ધપાવવી જોઇએ. પ.બંગાળમાં પણ ઔધોગિકીકરણની પ્રક્રિયા આગળ વધવી જોઇએ. ભારત-અમેરિકા પરમાણુ કરારના મુદ્દે યુપીએને આપેલો ટેકો પાછો ખેંચી લેવાને મુદ્દે પક્ષના વરિષ્ઠ નેતા જયોતિ બાસુની જેમ જ વાંધો જાહેર કરી ચૂકેલા મુખ્યમંત્રી ભટ્ટાચાર્ય રાજયમાં ડાબેરીઓને શિકસ્ત આપતા પરિણામોથી ધૂંધવાયેલા છે.





Post your Feedback on Article
 
Name:
Email ID:
Comments:
Code: