Today :

રાહુલને પક્ષમાં મોટી ભૂમિકા આપવા અંગે વિચારણા

સેક્રેટરી જનરલ કે કાર્યકારી અઘ્યક્ષ બનાવવાનું સૂચન

વડાપ્રધાન મનમોહનસિંઘ અને કોંગ્રેસ અઘ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને પ્રધાનમંડળમાં જોવા માંગે છે. પરંતુ કોંગ્રેસ પક્ષમાં તેમના માટે વ્યાપક ભૂમિકા અંગે વિચારણા ચાલી રહી છે. એવું પણ સૂચન છે કે, રાહુલ માટે સેક્રેટરી જનરલ પદ બનાવવામાં આવે કે તેમને તેમની માતાના હાથ નીચે જ કાર્યકારી અઘ્યક્ષ બનાવવામાં આવે.

ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર પ્રદર્શનના કારણે રાહુલનું કદ વધી ગયું છે. મોટાભાગના યુવા સાંસદોનું માનવું છે કે, સરકારમાં તેમની ભાગીદારીથી તેમને અનુભવ મળશે. પરંતુ કેટલાય વરિષ્ઠ નેતાઓ વિચારી રહ્યાં છે કે, રાહુલ સામે સૌથી મોટો પડકાર પક્ષના ગતિશીલ અને મજબૂત બનાવીને પોતાની ટીમ તૈયાર કરવાનો છે.

એક કોંગ્રેસની નેતા અનુસાર જો તેઓ સંગઠનને વધુ મજબૂત બનાવીને ઊભો કરી શકયા તો તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન ગણાશે અને તેનાથી તેમને ઘણી ખ્યાતિ મળશે. એક મહામંત્રીના અનુસાર, પક્ષ સતત ચૂંટણી હારતો રહ્યો છે, કેમકે સંગઠનની હાલત સારી ન હતી. જો તે તેને ઠીક કરી શકયા તો તે પક્ષને અમૂલ્ય યોગદાન હશે.

આ વાત સાથે સહમત થનારા કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે, સંગઠનમાં કામ કરવાથી રાહુલને દેશવ્યાપી ઓળખ મળશે, જે સરકારમાં કામ કરીને શકય નથી. તેમણે જણાવ્યું કે, સરકારમાં કામ કરતા-કરતા તેમને એટલો અનુભવ નહીં મળે અને તે સંગઠનને પણ વધુ સમય આપી નહીં શકે. સરકારમાં જોડાવાથી જે કામ ચાલુ કર્યા છે, તે પણ રોકાઇ જશે.

રાહુલ ગાંધીના વિચારોને જાણનારા લોકો જણાવે છે કે, તેઓ આ વર્ષે યોજાનારી મહારાષ્ટ્ર ચૂંટણી સુધી સંગઠનને મજબૂત કરાવવા માંગે છે.

તેમણે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે અને તેઓ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે કામ કરશે. આ માટે તેઓ ઉત્તરપ્રદેશના સંગઠનને પણ ગતિશીલ બનાવશે. આનાથી અહીં ૨૦૧૨માં હવે પછીની વિધાનસભા ચૂંટણી સુધી પક્ષની સ્થિતિ મજબૂત થશે.





Post your Feedback on Article
 
Name:
Email ID:
Comments:
Code: