News News સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવે આજે જણાવ્યું હતું કે યુપીએને જાહેર કરેલું રચનાત્મક સમર્થન સ્વીકાર્ય ના હોય તો તેમનો પક્ષ વિપક્ષમાં બેસવા તૈયાર છે.
મુલાયમે જણાવ્યું હતું કે યુપીએ સરકારને રચનાત્મક ટેકો આપવાનું પક્ષ ચાલુ રાખશે. યુપીએ અઘ્યક્ષા સોનિયા ગાંધીને આ મુજબ સ્પષ્ટ કહેવાઇ ચૂક્યું છે. પરંતુ યુપીએને અમારા સમર્થનની જરૂર ના હોય તો વિરોધપક્ષમાં બેઠા સિવાય અમારી પાસે કોઇ વિકલ્પ નથી.
જો કે કોંગ્રેસના એક વર્ગનું માનવું છે કે સપાને સંભાળવો મુશ્કેલ છે અને તેને સાથી પક્ષ તરીકે સામેલ ના કરવો જોઇએ.વડાપ્રધાનને મળ્યા બાદ બંને નેતાઓ લાલુપ્રસાદ, પાસવાનને પણ મળ્યા હતા. ગયા વર્ષે જુલાઇમાં યુપીએ સરકારને મુશ્કેલ સમયમાં સાથ આપી ચૂકેલો પક્ષ સપા હજી પોતાની ઓફરના સંદર્ભમાં કોંગ્રેસના પ્રતિભાવની પ્રતીક્ષા કરી રહ્યો છે.
સમાજવાદી પાર્ટી લોકસભાની ૨૩ બેઠકો ધરાવે છે જ્યારે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી માટે જરૂરી ૨૭૨ બેઠકોના આંક સુધી પહોંચવા માત્ર ૧૧ બેઠકોની જરૂર છે.