News News
ઉશ્કેરણીજનક ભાષણો દ્વારા ટૂંકા ગાળામાંજ વિવાદાસ્પદ અને ભાજપના ફાયરબ્રાંડ બનેલા નેતા વરુણ ગાંધી જણાવ્યું છે કે તે માત્ર નામથી જ નહીં પણ કર્મથી ગાંધી બનવા માંગે છે અને પોતાની ઓળખ બનાવવા માંગે છે.
રવિવારે ફતેહપુર સંસદીય ક્ષેત્રમાં ચૂંટણીસભાઓને સંબોધતા વરુણે જણાવ્યું હતું કે ‘હું માત્ર નામથી નહીં પણ લોકોની સેવા કરીને પોતાના કામ દ્વારા ગાંધીના રૂપમાં પોતાની ઓળખ સ્થાપિત કરવા માંગે છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે અથાગ પરિશ્રમમાં વિશ્વાસ રાખે છે. વિકાસના મુદ્દાને ઉઠાવતા જણાવ્યું હતું કે સ્વતંત્રતા બાદથઈ જ ઉત્તર પ્રદેશમાં વિકાસના નામે કશું થયું જ નથી. તેથી આવનારા દિવસોમાં તે યુપીના લોકોની સેવા કરવા માંગે છે અને તેમના હક માટે લડવા માંગે છે.
નોંધનીય છે કે ઉશ્કેરણીજનક ભાષણ બદલ આરોપી બનેલા વરુણ ગાંધી હમણા પંદર દિવસ માટે પેરોલ પર મુકત છે. તેમ છતાં ભાજપમાં નાની ઉમરે ઓળખ ઉભી કરવામાં સફળતા મેળવી લીધી છે.