Today :

સુરક્ષા ધેરો તોડી હોમગાર્ડનો પ્રિયંકાની નજીક જવાનો પ્રયાસ

priyanka_1એક ચૂંટણી સભામાં સુરક્ષાધેરો તોડીને પ્રિયંકા ગાંધીની નજીક જવાનો પ્રયાસ કરનારા એક હોમગાર્ડે ભારે ગભરાટ ફેલાવ્યો હતો. પ્રિયંકા ગાંધી તરફ આગળ વધી રહેલા આ હોમગાર્ડને રોકવાનો પ્રયાસ કરનારા સુરક્ષા અધિકારીઓ સાથે તેણે ઝાપાઝપી પણ કરી હતી.

સામાન્ય બાંધો ધરાવતા આ હોમગાર્ડને આખરે એસપીજીના કર્મચારીઓ અને કોંગી કાર્યકરોએ તાબે કર્યો હતો. હરિચંદપુરમાં એક જાહેરસભાને પ્રિયંકા ગાંધી સંબોધી રહ્યાં હતાં ત્યારે તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરનારો હોમગાર્ડ મનમાં બબડાટ કરતો હતો. હોમગાર્ડના યુનિફોર્મમાં સજજ આ જવાનને આગળ વધતો અટકાવવા સુરક્ષા કર્મચારીઓએ પ્રયાસ કર્યો.

ત્યારે તેમની સાથે તેણે ઝપાઝપી પણ કરી હતી. સ્થાનિક નેતાઓના જણાવ્યા અનુસાર આ વ્યકિત ‘યોગ્ય સ્થિતિ’માં પણ નહોતો. દરમિયાન રાયબરેલીમાં પોતાનાં માતા સોનિયા ગાંધીના પ્રચાર માટે ચૂંટણીસભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ માયાવતીની ઝાટકણી કાઢી હતી.

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીનો મતક્ષેત્ર હોવાથી અહીંયા વિકાસનાં કાર્યોને ઇરાદાપૂર્વક અવરોધીને રાયબરેલીના લોકો સાથે માયાવતી રાજકારણ ખેલી રહ્યાં છે.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે અહીંયા અનેક ગામોમાં વીજળીના થાંભલા હોવા છતાં વીજપુરવઠો પૂરો પડાતો નથી. કેટલાંક ગામોમાં વીજળી નહિ હોવા છતાં લોકોને રૂ.૨૦,૦૦૦ સુધીના વીજબિલ આવ્યાં છે. સોનિયા ગાંધીનો મતક્ષેત્ર હોવાથી અહીંના વિકાસનાં કાર્યોને માયાવતી ઇરાદપૂર્વક અવરોધી રહ્યાં છે.





Post your Feedback on Article
 
Name:
Email ID:
Comments:
Code: